Saturday, 29 July 2017

ગઝલ

પળ સદા પ્રેમે ઝબોળી આપશું
મોતને પણ હાથતાળી આપશું!

સૂર્ય, ચ્હેરો છોને  ફેરવતો ફરી,
કોડિયાને રાતપાળી આપશું.

વાહ! ઝરૂખો કેટલો સોહાય છે!
ચાંદનીને રૂપ ચાળી આપશું.

આંખમાં આંજીને આ ઉજાગરો!
સ્વપ્નને લે સાતતાળી આપશું!

દીકરી થઇ અવતર્યા તો શું થયું?
બેઉ કુળને સ્વર્ણથાળી આપશું.
    ડો જિજ્ઞાસા છાયા ઓઝા

No comments:

Post a Comment