Saturday, 29 July 2017

ગીત

ગીત

્્્્ ્્્્ ્્્ ્્
ડૉ .સત્યમ બારોટ

સેલ્ફી લઈ ને થાક્યા હો તો ,.
દિલનો વિડીયો કરજો .,
આસું કોઇના લૂછવા માટે ,
સોફ્ટવેર ક્રિયેટ કરજો .

વાળી-ચોળી ઈર્ષા તમે ,
દિલથી ડીલીટ કરજો ,.
મનનો કચરો કાઢી બધો,
સાથે ક્લીયર કરજો .

હળવું હળવું સ્મિત વચ્ચે ,
સૌને સેન્ડ કરજો,.
આવે મનમાં ખીજ જ્યારે,
લાગણી સ્ટેન્ડ કરજો .

દુઃખનો આવે જથ્થો તમે,
નાહક ડરી મરજો ,.
આવનારા સુખો સાથે,
હરદમ ચેટિંગ કરજો .

જિદગીનો ગુસ્સો બધો,
સદા ડિલીટ ક,જો ,
હસતાં વ્હાલા મુખડાને,
કાયમ સેવ કરજો .

સંબંધોની સરવાણીને ,
કાયમ અપડેટ કરજો,.
ટૂટે કોઇના દિલ એવા ,
ડેટા કદિ ન ભરજો .

ખુશિયો સ્ટોરેજ ન કરતાં,
ફોરવર્ડ સૌને કરજો ,.
દર્દ સૌના જીવવા માટે,
ફૂલ ડાઉનલોડ કરજો .

પ્રિ-પેઇડ, પોસ્ટ-પેઇડ,
પ્રેમમાં ના ચાલે ,.
અનલિમિટેડ ચાલે એવું ,
દિલમા બેલેન્સ ભરજો .
ડૉ .સત્યમ બારોટ
્્્્ ્્્્ ્્્
99046 12517
૮૪૮૭૯૪૮૧૫૮

No comments:

Post a Comment