સમજી સમજી વાત ઝીલો પાનબાઈ
જોઈ જાણી જાત ઝીલો પાનબાઈ
તારલાઓથી ખીચોખીચ આભલું
આ અમાસી રાત ઝીલો પાનબાઈ
કઃટકોના બહુ સહન કીધા હવે
ફૂલના આધાત ઝીલો પાનબાઈ
ના થશો કયારેય સુક્કાભઠ તમે
સહુના અશ્રુપાત ઝીલો પાનબાઈ
અશ્રુ પીડા પ્યાસ સપનાં ને મહક
પાંચીકા પાંચ સાત ઝીલો પાનબાઈ
મનોજ ખંડેરિયા
No comments:
Post a Comment