Monday, 17 July 2017

ગઝલ

જાત જેવી હોય એવું,
ભાન હોવું જોઇએને?
આગના જેવું તનેએ,
માન હોવું જોઇએને ?

કોઇ તમને સાત ભવનો,
હેત આપે શ્વાસ થઇને ,.
તો તમારું પ્રેમ જેવું ,
વાન હોવું જોઇએને .

એમ રસ્તાઓ બધા ચાલી,
કદી સામે ન આવે ,.
મંઝિલોનુ પગ મહીં તો,
સ્થાન હોવું જોઇએને .

આમ ખાલી વંશજો ના,
કરણના થઇ જવાશે ,.
ટેક સાથે જિંદગીનું,
દાન હોવું જોઇએને .

ભીડમાં ઘોઘાટ થઇ ને ,
રાડ શાને પાડવી ,.
સૌ દિલોમા ગાય એવું ,
ગાન હોવું જોઇએને .

કાયમી સિર પર રહે ,
જેનો નશો આ જિંદગી ને ,.
ખાસ પીણાનુ સદાયે,
પાન હોવું જોઇએને .

જિંદગી જેના થકી બરબાદ,
કરવાની બને છે ,.
એક એવું ખાસ પણ ,
ઇન્સાન હોવું જોઇએને .

કેમ દુઃખ  બાકી લઈને  ,
દરદને બદનામ કરતો,. .
ભાઇ દુઃખને વેઠવાનુ ,
ભાન હોવુ જોઇએને.

જો મહાપ્રસ્થાન લેવું ,
હોય તારે જિંદગી થી ,.
તો તમારું આગવું એ,
રાન હોવું જોઇએને .

હોય ગાડી બંગલા,ના હોય,
તોયે ચાલશે, પણ ,.
મોત પુરતું આપણું  ,
સામાન હોવું જોઇએને .

ડૉ .સત્યમ બારોટ
૯૯૦૪૬૧૨૫૧૭
૮૪૮૭૯૪૮૧૫૮

No comments:

Post a Comment