*ક્યાં સુધી............?*
ખુશીઓથી અળગા થઈ રહેવું ક્યાં સુધી?
દુઃખના ડુંગરથી વળગ્યા રહેવું ક્યાં સુધી?
તુજ ભીતરમાં રહેલ અજવાસને શોધ,
આ ઉછીનું અજવાળું પહેરવું ક્યાં સુધી?
દર્દ મળ્યું છે તો દવા પણ હશે જરૂર,
પારકે મોંએ હવે રોંદણું રોવું ક્યાં સુધી?
ભાગ્યથી ભીડવાની છે હવે બાથ તારે
રેખાઓમાં વીંટળાઇને રહેવું ક્યાં સુધી?
હાથ, હૈયું ને હામ લઈ હવે ચાલવું *'મનન'*
હર ક્ષણે મ્હાલવું, જીવન છે ત્યાં સુધી.
*-મનન*🍃
(મનુ.વી.ઠાકોર)
15-07-2017
No comments:
Post a Comment