Monday, 17 July 2017

ગઝલ

*કટાક્ષ ગઝલ*

જુઠ્ઠાણાનાં   ભરતાં  થેલાં,
ધોળાં  કપડાં  મનથી મેલાં,

મહિલાઓને  કે'તા  બ્હેનો,
આંખે   દેખે    એને   લૈલા,

ગ્રાંટ  બધી ગજવામાં નાંખે,
પેપરમાં    કામોનાં     વેલાં,

નાટકની  લડાઈ  છે  આતો,
બાકી  સૌ   છે  સત્તા  ઘેલાં,

અવળા સવળા બ્હાના કાઢે,
હું  નહીં   કામ   કરશે  પેલાં,

ઝુપડાંનાં   અંધાર  ન  જાણે,
રાખે    પોતે     મોટા    ડેલાં,

નેતાઓની    વાત   નિરાળી,
હમ હૈં ગુરુ તો તુમ હો ચેલા.

*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*

No comments:

Post a Comment