Monday, 17 July 2017

ગઝલ

એમ મારી આંખમાંથી આંસુઓ ટપકી પડે,
જેમ આ આકાશ ગોરંભાઈને વરસી પડે!

એક તું હોવાથી જાણે હોય છે જીવવાપણું!
એક તું ના હોય અે ક્ષણ કેટલી વસમી પડે!

કોણ જાણે શું નડી જાતું હશે સંબંધમાં?
જે કશી યે ધારણા રાખો, બધી અવળી પડે!

એ સમાધાનો જ સરવાળે ઘણાં મોંઘા ઠરે,
હોઠ પર ના આવતી હો, તો ય હા ભણવી પડે!

તેં પૂછેલા સૌ સવાલોના ઉકેલો મેં દીધાં;
પણ રકમ એક દાખલાની એ છતાં અઘરી પડે!

અેટલે શંકા રહે છે તારા હોવા પર સતત;
તું બધું જુએ, છતાં આજીજીઓ કરવી પડે?!

: હિમલ પંડ્યા

No comments:

Post a Comment