Monday, 17 July 2017

ગીત

સાવ આવી રીતે બસ હાલતા થવાનું?
એક ટીપું'ય નહીં વરસાવવાનું?
આવું તે કેવું રીસાવાનું?

કાળું ડીબાંગ ઘન ઘેરીને આવવાનું,
ગડગડગડ ગડગડગડ ગડગડ ગરજવાનું,
વીજળીનાં ચમકારે ઠાલું ચમકવાનુંને વરસવાનું આવે ત્યા, પવન સંગ ભાગવાનું,
સાવ આવું કરવાનું?
આવું તે કેવું રીસાવાનું...

કોકને ગોળ અને કોકને ખોળ,એવું વલણ કેમ રાખવાનું?
ઈચ્છે ત્યાં વરસવાનું,બીજાને તરસાવવાનું,
પાણી ભરેલ વાદળ માથેથી હંકારવાનું?
સાવ આવું કરવાનું?
આવું તે કેવું રીસાવાનું...

ડૉ. અયના ત્રિવેદી
અયુ
16/7/17

No comments:

Post a Comment