વર્ષો પછી હવે મળીને શું કરીશ બોલ ?
મારી વ્યથા તું સાંભળીને શું કરીશ બોલ ?
બે પડ વચ્ચે હવે બચ્યું ક્યાં કશુંય જો ?
દરણું વૃથા દળી દળીને શું કરીશ બોલ ?
ને આભમાં તરી રહી છે રિક્તતા નરી !
આ જળ વિનાની વાદળીને શું કરીશ બોલ ?
કોઈ નહી મળે તને આગળ ગયા પછી ?
પાછું પછી જો તું વળીને શુ઼ં કરીશ બોલ ?
ભીતર રહી ઘણા સલામત આસુંઓ હતા !
પાંપણ બહાર નીકળીને શું કરીશ બોલ ?
" વિસ્મય " શૈલેશ ચૌહાણ
No comments:
Post a Comment