Friday, 21 July 2017

ગઝલ

કહેવાય ના

આંસું  કદીક  ખૂટી  પડે, કહેવાય  ના!
આકાશ  પણ  તૂટી  પડે, કહેવાય ના!

સૂકાયલી  ડાળો  અને  પર્ણો   પીળાં!
તોયે   કૂંપળ   ફૂટી  પડે, કહેવાય  ના!

બે  અઢી  અક્ષર હું ઘૂંટવા આવું પણ
શાળા  મહીં  છૂટટી પડે, કહેવાય ના!

રસ્તા  વચ્ચે  કુંભ  મહીં   અમૃત  છે!
પણ  કુંભ  જો ફૂટી પડે, કહેવાય ના!

મિત્રો  સગાં સંબંધીઓ ચાલ્યા ગયા!
હરિયો ય પણ છૂટી પડે, કહેવાય ના!

- હરિહર શુક્લ
  ૨૨-૦૭-૨૦૧૭

No comments:

Post a Comment