Friday, 14 July 2017

અછાંદસ

અષાઢ મહિનો ને વરસાવું ઝરમર
ચોમાસે તારું આ રૂપ જામ્યું ના.
ભીંજાવાનો વારે વારે આવે ના અવસર
ને તારી આ હાઉકલી ગમ્યું ના.
છીએ આમ તો માણસ તરબતર
આ ખાલી hi ...hello ..ના છાંટા ફાવ્યું ના.
ખાલીપો ખૂણે ખૂણે છે નડતર
વિના ભર્યે ભીનાશ ઊગવું આવડ્યું ના.
સુકારો છે ક્યારનો જો ને પડતર
ઝરફરાટે હરિયાળી બન્યું ના.
વારસોને ને કા કહો ક્યાં છે નડતર ?
આમ મનમાં મૂંઝાવું "નીલ" અમને કદાપિ ગમ્યું ના.
          રચના: નિલેશ બગથરીયા
                    "નીલ"

No comments:

Post a Comment