Friday, 14 July 2017

ગઝલ

રસ્તા વેરાન ને નગર સુમસામ
કાપતા રહ્યા અમે ડગર ચુપચાપ

રાહ જોઈ પછી એકલા નીકળી પડ્યા
કરતા રહ્યા અમેે સફર ચુપચાપ

જીવી લીધું જીવતર તારા સાથ વગર
પામવા તારી એક નજર ચુપચાપ

તું નથી તારી યાદ તો છે સલામત
માણતા રહ્યા વિરહની અસર ચુપચાપ

અપેક્ષાઓ હવે બધી જ શમી ગઈ
મંડાઈ છે  દ્રષ્ટિ ક્ષિતિજ પર ચુપચાપ

દિલીપ શાહ

No comments:

Post a Comment