વ્હાલની વણઝાર વિહ્વળ ને
પછી શું શું ગયું ?
નીતરે નેવાં નિરર્ગળ ને
પછી શું શું ગયું ?
નિતનવા ઊંડાણ સાલસ
અર્ધ બીડી આંખમાં,
સાંજ સાક્ષી, સાખ સાંકળ ને
પછી શું શું ગયું ?
જઈ ચડ્યું મન માળવે ને
પામવાને વિસ્તર્યું,
ઝામ, ઝંઝા, ઝાંઝ, ઝાકળ ને
પછી શું શું ગયું ?
મેઘ બારે થાય ખાંગા ભીંજશે
નકકી નહી,
આભના અરમાન અળગળ ને
પછી શું શું ગયું ?
સાવ નાજુક ડાળ મોસમ
આવશે ને મ્હોરશે,
પળ પદારથ પ્રીત પાતળ ને
પછી શું શું ગયું ?
Dt: 29/7/2017 * નિશિ *
No comments:
Post a Comment