Monday, 17 July 2017

ગઝલ

એક નઝમ
ગાલગાગા 4
તું જ ઈશ્વર

ઝાડ, પર્વત  આંખ  સામે,તું જ ઈશ્વર તું જ ઈશ્વર
તું છો તો હું છું બધે બસ,તું જ ઈશ્વર તું જ ઈશ્વર

નામ  નામે  તું  જ  આવે,દર્દ   કાજે  તું  જ   આવે
ને  ઝખમની  બાંધ  બાંધે,તું જ ઈશ્વર તું જ ઈશ્વર

છે  ગરીબોને  અમીરો  મોલ  એના છે  અલગ બસ
પ્રેમથી   જો   પૂજશો  તો,તું જ ઈશ્વર તું જ ઈશ્વર

જિંદગીને  ખુદ  જ  ચાહું  ને   પછી   ચાહું   તમોને
જિંદગીના  આમ્ર   રસમાં,તું જ ઈશ્વર તું જ ઈશ્વર

આંખ  સામે  આવજે  ને   માંગું  હું   વરદાન   મારુ
આપજે   તું   બેન   મારી,તું જ ઈશ્વર તું જ ઈશ્વર

સોલંકી દિપક "રહીશ"

No comments:

Post a Comment