Saturday, 29 July 2017

ગઝલ

##વિરહ વેદના##

આંખના ખલમાં વાંટિયા યાદના મરચા,
આંસુના શબ્દો વહ્યા, કાને કરી ચર્ચા.

હૈયા ના ટોડલે મોરલા બેસી ગયા,
ઇન્તજારના  જળ  ઠીજી ગયા,
લાગણીઓ ઝીલ થઈ ગઈ
મૃગજળમાં લીલ થઈ ગઈ,
ખૂબ જોયા છે મેં તારી રાહના પરચા,

આંસુના શબ્દો વહ્યા, કાને કરી ચર્ચા

રેતાળ ડુંગરો જેવો ભ્રામક તારો ચહેરો,
ઝીણી આંખો કહે દૂરબીન પહેરો,
દિદારના ડસકે આખા જગ છે ભર્યા,
મિલનની આસે સમયથી ઉધારા કર્યા.
વિરહની કાળી રાત્રીના કાઢ કંઈક  ફરચા   

આંસુના શબ્દો વહ્યા, કાને કરી ચર્ચા.

-સંદિપ ભાટીયા "કવિ"

No comments:

Post a Comment