Saturday, 29 July 2017

ગઝલ

વહી જાય તો કાળ પાછો ન આવે
દઈ હાથતાળી એ જબરું ભગાવે

જરા સેજ પાછળ જો દોડો તમે તો
એ આગળ જઈ હાથ સામો હલાવે!

રહે છે કલાહી ઉપર આમતો એ,
ને નાડી મહીથી હૃદય ધબધબાવે

ધડી, પળ, ક્ષણોમાં શું માપીને કરવું?
એ આવે તો આવે, ન આવે, ન આવે

કાંક્ષીત મુનશી "શફક"

No comments:

Post a Comment