*કાન ઘેલી રાધા*
કાન તારી રાધા પુકારે; આવ પ્રિયતમ,
હે! આખા જગતનાં અચ્યુતમ...
ગોપીઓ તારી સખ્યું હશે પણ રાધા છે તારી રાણી,
અલબેલી છે, નોખી ન્યારી છે તમારી આ કહાણી...
ગોપીઓ ભલે વારી જાતી પણ રાધા છે તારી પ્યારી,
બરસાનાની છોરી તારી! વૃષભાનુંની પ્રેમ દુલારી...
કોડ કેટલાંય કર્યા હશે એણે તારી સંગાથ!
વાટ જોવાડી એને તું ફરતો ગોપ સંગાથ...
કાન તારી રાધા પુકારે; આવ પ્રિયતમ,
હે! આખા જગતના અચ્યુતમ...
~ નીલ કુંભાણી ©
No comments:
Post a Comment