Friday, 21 July 2017

ગઝલ

કોને  ક્હેવી   વાત  કબીરા ?
મેલી છે  આ જાત   કબીરા.

વેશ અમારા   ઝાંઝા   દેખો,
ટૂંકી  છે  આ   રાત  કબીરા !

ખેતર  જેવું  જીવન    લાગે ,
તું છે  જગનો  તાત  કબીરા.

દર્પણ   જેવું  સામે  શું  છે ?
એમાં જોવો જાત  કબીરા ?

લખ - ચોર્યાશી  ફેરા  કાજે ,
બનવું પ ડશે   જ્ઞાત  કબીરા.

! વિસ્મય !  શૈલેશ ચૌહાણ

No comments:

Post a Comment