Friday, 21 July 2017

ગઝલ

*વરસાદમાં........!*

વહેતી   વાતો  થઈ  છે  વરસાદમાં,
તું   આવે   છે   ફરી   ફરી  યાદમાં.

વરસે જોને ભીની લાગણીની છાંટ,
તું    ગુંજે   છે   ઝરમરતાં   નાદમાં.

ઠંડા વાયરાની સંગાથે સંદેશો મોકલું,
તને  બોલાવું  છું  હર  એક  સાદમાં.

પ્રેમની આ  છાલક  લઈને  તું  આવ,
જ્યારે  હોઉં  હું  કોઈ  અવસાદમાં.

આકાશી  વાદળો  ઓઢીને  આપણે,
છે   ભીંજાવું   લથબથ   વરસાદમાં.

વહેતી   વાતો  થઈ  છે   વરસાદમાં,
તું   આવે   છે   ફરી   ફરી   યાદમાં.

                             -મનન
                      (મનુ.વી.ઠાકોર)
                       20-07-2017

No comments:

Post a Comment