Friday, 21 July 2017

ગઝલ

થોડી થઈ છે જાણ કબીરા.
ભટકી ગ્યું છે વ્હાણ કબીરા.

ઉલેચી દે અંધારુંને
મનખાને તું માણ કબીરા.

અજવાળાની મસ મોટી ,ત્યાં
ભીતરમાં છે ખાણ કબીરા.

ફાટી જાશે જીવન છે આ
હળવે હળવે તાણ કબીરા.

ભીતરની મુરત ઘડવી છે,
લાવો આસરપહાણ કબીરા.
અદિશ

No comments:

Post a Comment