Saturday, 29 July 2017

ગીત

*લગ્ન પછીના પ્રથમ ચોમાસાનું ગીત.....*
☔☔☔☔☔☔

ભીતરમાં ગુંજે છે ઝીણેરા ટહુકા ને વાદળ પણ લાગે કે પાસ છે
ઉણ નું આ ચોમાસું ખાસ છે.

ખૂણેથી ફાટેલી છત્રીએ પૂછયું કે સુંવાળો કોનો આ  હાથ છે?
હળવેથી કાન માં જઈને મેં કીધું કે ભાભી આ તારી સંગાથ છે
છત્રીની ઉપર તો છાંટા ને ફોરા છે છત્રીની નીચે ભીનાશ છે
                                         

●ઉણ નું આ ચોમાસું ખાસ છે.....
 
કેટલાયે ચોમાસા માથેથી કાઢ્યા મેં,ફૂલીને ફાલવાની આશમાં,
ખોબલે ને ખોબલે છે પીધાં બસ ઝાંઝવા ને ઝાકળ પણ ભાળ્યું ના ઘાસમાં
સૂક્કી આ ડાળી પર કૂંપળ જો ફૂટી 'ને ભીતર તો નકરી લીલાશ છે

●ઉણ નું આ ચોમાસું ખાસ છે

*જુગલ દરજી 'માસ્તર'*
⛈⛈⛈⛈⛈⛈

No comments:

Post a Comment