Tuesday, 8 August 2017

હઝલ

*હઝલ*

અદા  જીવતાં  વાયર  જેવી,
ઘાયલ   કરતાં  ફાયર  જેવી,

બોલે    એવું    મીઠું     મીઠું,
વાણી  લાગે   શાયર   જેવી,

સ્માઈલ   તારી કન્ફયુઝ  કરે,
ફ્લર્ટ  કરે   છે   લાયર  જેવી,

ગોળ  મટ્ટોળ   કટિ  ફાંદરવી,
સ્કૂટરનાં   છે  ટાયર    જેવી,

રોફ  'અકલ્પિત'  એવો કરતી,
લોર્ડ   વિલીયમ   ડાયર  જેવી.

*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*

No comments:

Post a Comment