Tuesday, 29 August 2017

ગઝલ

રચના :- ઉપચાર છે .

કોઈ  સપનું  શબ્દને લઈ માપતો  ઉપચાર છે.
આ ગઝલ પણ દર્દનો જયાં ખાસતો  ઉપચાર છે.

  
શું  વધારે  હું    કહું   શબ્દો  વિષે જો  આમતો  ,
જ્યાં વ્યથા-વિરહ બધું આ જાગતો ઉપચાર છે.

    
કોણ  સમજે  વાત  હૈયાની  હવે લ્યો  સામટી ?
મૌન પણ જ્યાં બોબડું ત્યાં ગાજતો  ઉપચાર છે.

દર્દમાં પણ આંસુની છે શક્યતા આમે  ઘણી,
સ્હેજ શબ્દો ઘાવને લઈ સાધતો ઉપચાર છે.

     
બેડીઓ  બાંધી  સમયની  ત્યારથી યાદે ચઢી  ,
આ સ્મરણ એ રાહને ત્યાં લાવતો  ઉપચાર છે.

આ પ્રણયના પંથ પર સઘળા મળે વખતો વખત ,
લાગણી  સંબંધના ઘર સ્થાપતો   ઉપચાર  છે.

         નીતા પટેલ" નવલ  "
      Date:- 24,8,2017.

No comments:

Post a Comment