Tuesday, 29 August 2017

ગઝલ

ધીમે ધીમે લહરાતો વાયરો ને વાયરા સંગ હિંલોળે ચડયું અંગ અંગ
વાયરા સંગ લહેરાતી આ મારી ચુંદડી ઉડતી વાલમ ની ઝુલ્ફો સંગ સંગ.

વાલમની આંખોમાં દેખાયો એ મસ્તીનો દરિયોને આંખો એ કરી જંગ જંગ
આભલા ઝડેલ મારા કબ્જામાં જોઉ એની છાયા ને મને ચડયો વાલમનો રંગ રંગ.

મનમાં ઉમટયા મારે મેળાના રંગને  હરખની હેલી એ હું તો થાતી દંગ દંગ,
માનવમહેરામણ ઉભરાયો તોયે એકલી નિહાળતી વાલમના ઠંગ ઠંગ.

વાયરો વાયને સાથે લઈ જાય આ મનના સોણલાને નજરું થાય કંઈ તંગ તંગ.
સખીઓનો સંગાથે મને ધડીએ ના વિસારે મારે નયનના તીર એવો એ નંગ નંગ.

વરણાગી એ છેડે એની તીરછી નજરેને કોણ પાડે તેની મસ્તીમાં ભંગ ભંગ.
હૈયે ગુંજે એના નામનો ધબકારને જીવન કરયું તેને અર્પણને જીવીશું  સંગ સંગ.

કાજલ
કિરણ પિયુષ શાહ
25/08/17

No comments:

Post a Comment