આજ તો છે તું મારી પાસે કાલે શું થાશે ?
કદી તે વિચાર્યું કે તારા વિના મારુ શું થાશે !!
પ્રેમની વાત કરીએ પ્રેમ ના લખીએ ગીત
એક બીજા પર રીસાઈ જઈએ કોની થાય જીત
કાલે તું હંમેશ કાજ રીસાઈ જઈશ મારું શું થાશે
આજ તો છે તું મારી પાસે કાલે શું થાશે !!!
મારા હાથમાં તારી હથેળી લઈ ચૂમી હતી
તારા હોઠની રસપાન ની તો શું ખૂબી હતી
એક મેક થવાનું સમણું રોળાઈ જશે તો મારુ શું થાશે !
આજ તો છે તું મારી પાસે કાલે શું થાશે !!
એક પળ જો વાત ન થાય તો જીવ જવા લાગે
તારી તો ફીકર મને પળ પળ થવા લાગે
સમય બની તું છેતરી જઈશ તો મારું શું થાશે !
આજ તો છે તું મારી પાસે કાલે શું થાશે !
""અંશ " અંશ માં તારુ નામ જોડેલું છે
દિલ થી લઈ શ્વાસ શ્વાસમાં રોપેલું છે
એ પંખી જો પીંજરૂં છોડી જશે તો મારું શું થાશે !!
આજ તો તું મારી પાસે છે કાલે શું થાશે
કદી તે વિચાર્યું કે તારા વિના મારુ શું થાશે !!
મેવાડા ભાનુ " અંશ"
No comments:
Post a Comment