Tuesday, 29 August 2017

ગઝલ

છંદ ગાગાલગા લગાલ લગાગા લગા લગા

ઘાયલ સાહેબ ના સ્મરણ સાથે
તરહી ગઝલ

ઝાકળ બની સવાર કરે છે, કમાલ છે.,
ભીતર રહી બજાર ભરે છે, કમાલ છે....

વરસાદ માં તું સાદ કરી, ના ફરાર થા,
યાદો  ફરી પ્રહાર કરે છે, કમાલ છે...

ખિસ્સા ની ક્ષણ બધી લે,સરી ગઈ હવે ફરી,
તસ્વીર બની બહાર ફરે છે, કમાલ છે...

માણસ ,મહોરું લઈ તું ચહેરા થી ઢાંકજે
જો લાગણી ધરાર મરે છે, કમાલ છે...

હેલી ચડ્યું છે દર્દ તો ગઝલો રડી પડી,
શબ્દો તું બેસુમાર ધરે છે , કમાલ છે..

રૂપાલી ચોકસી " યશવી"

No comments:

Post a Comment