લાગણીઓ ફસાઈ ગઈ નેટમાં.
સત્ય સંતાયુ દરરોજની ચેટમાં.
અર્થને જોડણીના વિવાદો કરી,
શિક્ષકો ફેલ થ્યા આજની ટેટમાં.
બંધ કર દોડ ને જાતને માણ તું,
મૂક ખુદને હવે સ્પર્શના વેટમાં.
લંગડી,પગથિયાં ઓટલા જાગતા
ભાગતું બાળપણ લોજની ડેટમાં.
પારખે શેઠિયા ગામડાની નજર,
નાર લોભાય છે સેલના રેટમાં.
કૂદકે ભૂસકે મોંઘવારી વધે,
કાઢતા દાઝ નર બસ સિગારેટમાં.
આંગણે ગાવડીના શકન થાય ક્યાં?
ખીલ પર મીંદડી બાંધતા પેટમાં.
-શગ
No comments:
Post a Comment