કોઈનેય સિદ્ધિ શ્રમ વગર મળી જતી નથી.
લાગણી છુપાવી તો શકો,મરી જતી નથી.
રાત,એકલાપણું,શરાબ,શાયરી,કલમ.
તે છતાંય યાદ એમની ટળી જતી નથી.
એટલી ખબર હજીય આંખ ને પડે છે,કે.
પારકાં તરફ હવે નજર ઢળી જતી નથી.
સાંજની રતાશ છે,ગુલાબ જેમ લાલ પણ,
તોય એકમેક થી અલગ,ભળી જતી નથી.
જીંદગી વફા કરે કદી બની શકે નહીં.
મૌત માસુખા ખરી છે,એ છળી જતી નથી.
વિપુલ બોરીસા
No comments:
Post a Comment