Tuesday, 8 August 2017

ગીત

વંઝી-વરાએ સાવ  છોડ્યો છે સાથ
અરે,,મોભની યે તૂટી  પાસળિયુંયે---
હું એ ખોરડાનું ,ભાંગેલું નળિયુંયે---

   કોને બતાવીએ છાતી પર ઉપસેલી
કેટલીયે મોસમની છાપ--
ચૂલા કરતાયે  વધુ ઘરની એ આગનો
સોંસરવો ઝીલેલો તાપ--
રોજ રોજ ટહુકાઓ નેવેથી રેળવીને
  જીવતું રાખેલું  આંગણિયું--

ઘરને અજવાળવા જાત અમે વીંધીને
ઠેઠ  લગી ચાંદરડાં પાડ્યા---
આસુ અબોલાંને ઓસરીએ બેસાડી
ઊંબરાના સમ દઈને  ઠાર્યા----
હાય રે નશીબ,, ન તો સંચારો અવ્યો
ન કાગવાસી આવી કોઈ ઘડિયું---

મને નકામું જાણીને  ફેકી  દેવાય કો�ઇ
એકવાર હેઠે ઉતારો----
જુના લીંપણની ગંધ શ્વાસે ભરવી
રામ જોવો છે તુલસીનો ક્યારો---
ઠીબ કરી ત્રીવાટે મૂકી આવો કોઈ
ભલે ઠેબે ચડાવે શેરી� ફળિયું--

-- વંચિત કુકમાવાલા

No comments:

Post a Comment