Tuesday, 8 August 2017

ગઝલ

સૂકા કિનારાને ભીનાશની આશ
મન મીનારાને આકાશની આશ

હવે મૃગજળ મળે તોય શું થયું
આ ખારા રણને મીઠાશની આશ

આ ખાલીપો ને આ એનો ભાર
ભીતર મુજને હળવાશની આશ

એક ભેંકાર અંધકાર મારી ભીતર
એને યુગોથી પ્રેમ પ્રકાશની આશ

ભર વસંતે આગમન પાનખરનું
અંતરની કલીને કુમાશની આશ

કઠણાઈ કર્મની નહિ તો બીજું શું
હવે ક્યાં છે કોઈ નરમાશની આશ

"પરમ"જીવન વીતી રહ્યું યાદો સંગ
તોય"પાગલ"યાદને તલાશની આશ

ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)

No comments:

Post a Comment