જરા'ક બારણું ખુલે,
સુર્ય આવીને મારા પારણિયામાં ઝુલે.
ઝાકળ પીતા પીતા એણે પીધો મારો ખાલીપો,
આંખોના સરવરમાં રમવા ત્યાં તો દોડી આવી છીપો.
આંગણું આ અવસર વધાવવા સાનભાન કંઈ ભુલે..
સુર્ય આવીને મારા પારણિયામાં ઝુલે.
કંકુવરણો તડકો ઘરમાં ઝટપટ પોતા કરતો,
મનના પરબિડીયામાં સ્મરણોના ફુલોને ભરતો,
દી'આખો ખભે ઉચકી મહાલ્યો ને રાતે નાખ્યો ચૂલે..
સુર્ય આવીને મારા પારણિયામાં ઝુલે.
શૈલેષ પંડ્યા
No comments:
Post a Comment