ગાલગા ગાલગા ગાલગા ગાલગા
આમ પૂછો તો દુનિયા નમાડી હતી,
ચોતરફ રાહ પર એજ આડી હતી.
પહોંચવા ટોચ પર મેં કર્યા સૌ જતન,
આ તળેટી હતી ત્યાંજ ખાડી હતી.
કોઈ પાટા હતા ક્યાં? મુસાફર નહીં!
ને મથક પર ઉભી રેલગાડી હતી.
કર ન અફસોસ કે તું કપાઈ ગયો,
તે પતંગોને ઊંચે ચડાવી હતી.
નાખી દીધા મેં કટકા કરી જાતના,
લોક સમડીને કાયમ જમાડી હતી.
કેમ આવે નહીં ઊંઘ સારી મને,
ઓઢવા "મા" તમારી જ સાડી હતી.
છાપ "જયલા" ઉપર સાવ પાડી હતી,
ઊંઘ તારી ય પણ મેં બગાડી હતી.
No comments:
Post a Comment