Sunday, 13 August 2017

ગઝલ

(47) *ગઝલ*

ઈશ્વર થવાને માણસ તત્પર બની ગયો છે,
બસ!ત્યારથી જ કીસ્સો કળતર બની ગયો છે.

ઉંચાઈ પર જવાનો દાદર બની ગયો છે,
સંબંધ સ્વાર્થને ત્યાં ચાકર બની ગયો છે.

કેવો બનાવ અહીંયા જબ્બર બની ગયો છે!
અક્ષરથી ક્યાંય મોટો સાક્ષર બની ગયો છે!

આવ્યા તમે તો દરિયો સરવર બની ગયો છે ;
પાની અડી તે હીસ્સો અત્તર બની ગયો છે.

અહીં ઓતપ્રોત થઈને ભજવ્યો છે વેશ જેણે,
નટથી વધી એ આગળ નટવર બની ગયો છે.

   ~ ડૉ.મનોજ જોશી 'મન'
       ( જામનગર )

No comments:

Post a Comment