ન કહેવાની વાત છે, ન સહેવાની વાત છે,
શમણે શમણે અધુરી ચાહતની વાત છે...
રોકીને ઉભા છે કદી ન વિસરાય એવા સ્મરણ ઘણા,
પાને પાને લખાયેલા ન ભુલાયેલા શબ્દોની વાત છે...
ઉગવાની આવડત શીખતા મળ્યા વરસાદ ઘણા,
ખોબલે ખોબલે વાવેલા અતુટ સબંધોની વાત છે...
આવી ને ઉભા આંગણે વાયદા થયેલ અવસર ઘણા,
સમયે સમયે કાયમ રહી ગયેલા ગ્રહણની વાત છે...
ક્ષીતીજને તાકી રહેતા મળે સંધ્યાના સુરજ ધણા,
કિરણે કિરણે લંબાતા સુનમુન પડછાયાની વાત છે...
...પુનીત સરખેડી
Sunday, 13 August 2017
ગીત
Labels:
પુનીત સરખેડી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment