Sunday, 13 August 2017

અછાંદસ

આપશો દર્દ તો ખમાય જશે
પણ આ દિલમાં ઘાવ માટે જગ્યા વેઢા  બે ચાર જોઈશે.
છલ્લી થઇ ગયા પછીએ આ દિલે
જીવવાને ધડકન બે ચાર જોઈશે.
આવો બેશક ઓરડે અમારે
રોકાઈ ભલે ના શકો, ખાવાને પોરો પળો બે ચાર જોઈશે.
આમ તો આશાઓના મિનારા તૂટ્યા હરબાર
છતાં કરે ચણતર પાકું તો કડિયા બે ચાર જોઈશે.
ઝાંખો પડ્યો છે છતાં જલે છે દીવો ઝૂંપડીએ
શબરી જેવી આશ તો નથી પણ ટોકરીએ ચાખેલાં બોર બે ચાર જોઈશે.
ક્યારેક ખોળું તો વસે રામ મુજમાં "નીલ"
પણ ઝાંકવાને રુદિયે સાબૂત પળો બે ચાર જોઈશે.
       રચના: નિલેશ બગથરીયા
                "નીલ"

No comments:

Post a Comment