Tuesday, 8 August 2017

ગઝલ

લે બધી ભૂલો કબૂલ મને,
હવે તો દે કોઈ સજા મને.

તું શ્વાસ છે તો રહે ને સાથે,
બની રહે પ્રેમ પર વિશ્વાસ મને.

ખુદા તારી ખુદાઈ પર નથી,
સહેજે કોઈ પણ શંકા મને.

છતાં ચાહી રહ્યોં છું આપે તું,
જે નહી મળે આ ભવ માં મને.

ઓ સિતારા ના ખર અમસ્તા,
નથી કોઈ આખરી ઇચ્છા મને.

છે ચર્ચા બધે આ ચાંદની રાત ની,
પ્યારી છે પણ અંધારી આ રાત મને.

ચાલ ઉતાર તું પણ હવે લાગણી ને,
'ધર્મ' લાગે છે એનો બહુ ભાર મને.

                          ~ધર્મેન્દ્ર સોલંકી
                        ૧૮:૦૦, ૨૧/૦૭/૧૭

No comments:

Post a Comment