ગીત
માધવને જઈ કોઈ કહેજો કે એક વાર બોલાવે ગોકુળની નાર,
આંખલડી ચોરીને ભાગ્યા તે ભાગ્યા રે ભાગ્યા છો યમુનાને પાર.
મહીં-માખણ અહીં સૂનાં પડ્યાં, અરે, સૂનમૂન છે લાગણીનાં પૂર,
બંસીના નાદ નથી, કોઈને ભાન નથી, મૂંગા પડ્યાં નૂપુર.
એવું તે દ્વારકામાં શુંય જડ્યું કે જેની તોલે ના આવું હું લગાર?
માધવને જઈ કોઈ કહેજો કે એક વાર બોલાવે ગોકુળની નાર.
ગોકુળની શેરીઓ સૂની પડી ને હીબકે ચઢ્યું છે આખું ગામ,
હૈયે ને હોઠે નિશ દિન રમતું રહે છે કાન્હાનું – વ્હાલાનું નામ.
આવીને એક વાર રાસે રમો, બેઠો છે ઘેલો શ્રાવણિયો ચોધાર.
માધવને જઈ કોઈ કહેજો કે એક વાર બોલાવે ગોકુળની નાર.
દિનેશ દેસાઈ
No comments:
Post a Comment