Monday, 14 August 2017

ગઝલ

-    કૃષ્ણ   -

વેણુ વગાડે શ્વાસમાં, એવો સુરીલો સાદ તું,
પડકારને હંફાવતો, યદુવંશનો  અપવાદ તું .

ગોવાળ થઇ હંકારશે, મનમાં  સ્મરણના ધણ હવે,
નિરવ નિશામાં રણઝણે,  ગેબી  અલૌકિક નાદ તું.

પીળું પીતાંબર, વાંસળી , ને  મોરપીંછે સોહતો,
એ ભાન ભૂલી રાસ રમતા, યૌવને ઉન્માદ તું.

બ્રહ્માંડ  ધીરે ખૂલતું, ઊઘડે રહસ્યો સામટા,
આ યુદ્ધ મધ્યે ઉચ્ચરાતા , સત્યનો સંવાદ તું.

હાંફે સમય પણ શ્યામ થઇ,  ત્યાં પીપળાની છાંયમાં,
ઘેરી  ઉદાસી  પાંપણે ને   આંખમાં   અવસાદ તું.
       
                         - ભાર્ગવી પંડ્યા

No comments:

Post a Comment