Tuesday, 29 August 2017

ગઝલ

ના હવે એ ભાવ આપે , થાય શું ?
પાછું દિલ તો એમ કંઈ મંગાય શું ?

મૌન રહેવાનું હું પણ શીખી ગયો ,
વસ્તીમાં  બહેરાંની તો બોલાય શું ?

એ કશું  કહેતાં નથી , જોયાં  કરે !
એમના દિલમાં શું છે, સમજાય શું ?

અંત જીવનના સુધી છે યાદ સૌ,
બાળપણનાં તો સ્મરણ ભૂલાય શું ?

ના ગમે જીવન તમારું , તે છતાં
ક્યારે કોઈ સાથે એ બદલાય શું ?

- હેમંત મદ્રાસી

No comments:

Post a Comment