આ ક્ષણો મુજમાં ભળે તો થાય શું?
ને નજર તારી ઢળે તો થાય શું ?
ક્યાંક તડકો નીકળે તો થાય શું?
જાત અંધારું ગળે તો થાય શુ?
બેધડક હું તારી પાસે આવું પણ-
બર્ફ ભીતર પીગળે તો થાય શું?
વાત મારે દર્દની કરવી નથી,
તોય વાતો નીકળે તો થાય શું?
જીંદગીથી હું ઘણો આગળ ગયો,
તોય જો એ ના મળે તો થાય શું?
અદિશ
No comments:
Post a Comment