કેટલો વરસાદ વાલમ વરસ્યા'તા કોને કહું?
એકમેકમાં બેઉ લથબથ પલળ્યા'તા કોને કહું?
આ પ્રણયની આગને વરસાદે ઓલવીને પછી,
હા,ગુલાબી પ્રેમનાં ફૂલ મ્હેકયા'તા કોને કહું?
હું રહી ના હું સખી ભીંજાયા પછી ભાનમાં,
એ પછી દિલ કેમ સાથે ધડક્યા'તા કોને કહું?
એમ આવે બાવરી દોડીને દિવાની હરી,
ભૂત તારી વાંસળીના વળગ્યા'તા કોને કહું?
કાલ જેને હું સફરમાં સરખી ન'તી જાણતી,
આજ મારા શ્વાસમાં એ ધબક્યા'તા કોને કહું?
*કાજલ કાંજિયા "ફિઝા"*
No comments:
Post a Comment