ભાઈ – બહેન
કુમકુમ તિલક કરી,
અક્ષત લગાડી ભાઈને બાંધે જ્યારે બેની રાખડી,
ત્યારે, પૂનમના અજવાળા જેવો ખીલતો ચહેરો દેખી બેનની ઠરે છે આંખડી,
વીત્યું બાળપણ,
ને, આવી યુવાની,
હવે, ‘હું’ જવાની મારા પીયુને ઘર,
સંગ તારી ‘હું’ હોય ના હોય!
ત્યારે આ સુતર તાર કરશે તારી ચાકરી .
ભાઈ બહેનનું વ્હાલ છે હેતની હેલી જેવું,
છલકે પ્રેમ અપાર..................,
હસતો રહે....,
ખીલતો રહે.......,
મારા વીરાનો સંસાર એવી સદા રહેશે આ બેનની આશડી.
તૃપ્તિ ત્રિવેદી ‘તૃપ્ત’
No comments:
Post a Comment