Tuesday, 8 August 2017

ગઝલ

તારા વગર તને ચાહી શકાતું હશે?
તું ના હોય ત્યાં જીવી શકાતું હશે?

પ્રેમ તો પૂજા છે રોજ થતી રહે છે,
ઇશ થી પ્રેમ રૂપે ધરા પર અવાતું હશે.

છે મંઝિલ દૂર તો શું રસ્તો નથી જોયો,
મુસીબત જોઈ રસ્તે અટકી જવાતું હશે?

આંખ માંથી વહે છે આ મોતી જે તારા,
દર્દ એટલું પણ શું કામ સહાતું હશે.?

આવ જો તું આવી શકે તો ધરા પર,
ખુદા ધરતી પણ ઘર તારું કહેવાતું હશે.

ફુલ ઉગાડી ચમન માં તું કરે છે ગુમાન,
વૃક્ષ પણ માર્ગ વચ્ચે થી કંઈ કપાતું હશે?

શું મળે છીનવી કોઈ ના જીવન નો સહારો,
ખુદા પાપ તો તારા થી પણ ક્યારેક કરાતું હશે.

છે કોણ સંપૂર્ણ સુખી અહીં દુનિયા માં 'ધર્મ',
વાતે વાતે એમ થોડું ભાંગી જવાતું હશે.

                                     ~ધર્મેન્દ્ર સોલંકી.

No comments:

Post a Comment