ઝરણું કૂદીને આવ્યા મૃગજળ સુધી જવામાં,
ઈશ્વર ચૂકી ગયા એક પથ્થર સુધી જવામાં.
અવસર બનીને આવેલી સાંજ આથમી ગઈ,
માણી શક્યા ના એને બરકત સુધી જવામાં.
આંખો સુધી જવાનો રસ્તો ફકત મળે તો,
નડતુ નથી પછી કંઈ ધડકન સુધી જવામાં.
કાણુ હતુ ને ખુદમાં બસ એટલુ જ કારણ,
આખુ વહાણ ડૂબ્યુ લંગર સુધી જવામાં.
"ગોપાલ" દિલની વાતો જ્યાં-ત્યાં કરો નહી ને,
રસ છે બધાને અહીં તો અટકળ સુધી જવામાં.
કોટક ધાર્મિક "ગોપાલ"
No comments:
Post a Comment