આટલી મોટી દુનિયામાં ,
એનાં વિશાળ જન સમુદાયમાં,
એક ભીતર પ્રશ્ન થયો,
મારી આઝાદીને લઈને,
શુ હું ખરેખર આઝાદ છું મારા વિચારોથી?
ત્યાં જ!
ત્યાં જ, એ જ ક્ષણે,
મારી ભીતર એક દિવ્ય પ્રકાશ બોલ્યો,
"તારો આત્મવિશ્વાસ જ અપાર છે કે, તું કોઈની ગુલામ નહિ બની શકે તું ખુદ જ વિચારોની અવિરત વ્હેતી ધારા છે".
ને ત્યા જ !,
એક 'તૃપ્ત' પુર્ણ પ્રકાશે પ્રજ્વલિત થઈ!
તૃપ્તિ ત્રિવેદી 'તૃપ્ત'
No comments:
Post a Comment