*હઝલ - પ્રેમની સાઈડ ઇફેક્ટ*
પ્રેમ નામથી જાતાં આઘા,
નહીં તો વાગે બેન્ડ બાજા,
કિસ્મત હો તો બબીતા મળે,
બાકી મળે દયા ને બાધા,
ભીડે જેવાં માથાં કૂટે,
પાપડ સુકવી ભરતાં ધાબા,
સોઢી માફક મત મારી જાય,
પીળા ફેંટા લીલા વાઘા,
મ્હેતા જેવાં ડાયેટ કરે,
પીતાં રસ કારેલાં તાજા,
એનાં કરતાં પોપટ સારાં,
છત્રી રાખી ફરતાં વાંઢા.
*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*
Friday, 18 August 2017
હઝલ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment