તરહી પંક્તિ: હેમંત પૂણેકરજીની..
પ્રેમના કાગળ હવેથી સ્પેલમાં આવી ગયા.
લાગણીના ફૂલ કૃત્રિમ સ્મેલમાં આવી ગયા.
ગૂગણું ગૂંગણું કહેતો કૂકડો નિજ કાનમાં,
ચાંચના રવ વોટ્સપના સ્કેલમાં આવી ગયા.
સાથ મારા પ્રેમનો આલેખતી હું રેતમાં,
શબ્દ એની પ્રીતના લ્યો વ્હેલમાં આવી ગયા.
બીજ રોપ્યું માલણે હાથે મઠેરી'તી ધરા,
તે છતાં એના પ્રયાસો ફેલમાં આવી ગયા.
જ્યાં પરોઢે દૂધ સાથે ભૂખ ભાંગી બાળની
સ્વાદ આજે બ્રેડને કોકટેલમાં આવી ગયા.
જાગતી સંધ્યા અને ઉગતું પ્રભાતિયું સહજ,
ખોરડું છૂટ્યું અમે તો મહેલમાં આવી ગયા.*
-શીતલ ગઢવી"શગ"
(સુધારીને)
No comments:
Post a Comment