છૂટકારો પામીને ક્યાં ગેલમાં આવી ગયાં ?
ધ્યાનથી જુઓ જરા તો જેલમાં આવી ગયા.
દામ ઊંચા રાખી ખુદના શું થયો છે ફાયદો ?
આખરે તો આપ પણ લો સેલમાં આવી ગયા.
મારું બચવું ભારે થઈ ગયું દાઝવાના ઘાતથી;
આગે ઊગર્યા તો ઉકળતા તેલમાં આવી ગયા.
પાંપણે શું ધાડ મારી ધરપકડ પાછી કરી ?
લાંચ આપી બહાર આંસુ બેલમાં આવી ગયા.
છળ કપટને જૂઠની રમતો રમી છે એવી કે
સત્યથી તદ્દન જુદા આ ખેલમાં આવી ગયા.
-સર્જક
No comments:
Post a Comment