ગઝલ
ઓરતાને ઘૂંટયો ને , લ્હેરમાં આવી ગયા,
ગીત છોડી ને ગઝલના ,શેરમાં આવી ગયા.
શ્વાસથી તો શ્વાસ ખૂલ્યા, બાજરીના ખેતમાં,
આભલાનાં તારલાઓ, જોરમાં આવી ગયા.
નાચતો 'તો પાંખ વીંઝી , મોરલો એ બાગમાં,
જીવવાના ભાવભીના , પ્હોરમાં આવી ગયા.
નોખનોખાં પીપળાના ,સાત ફેરા છો ફર્યા,
ચીતરેલા વારસાના , તોરમાં આવી ગયા.
આયખું તો વાંઝણું છે, જીવવું છે કેટલું ?
મૌન કાલે તૂટયું ને, શોરમાં આવી ગયા.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment