આ કલા કારીગીરી શીખ્યા તમે ક્યાંથી સખી
ને હું તો બુધ્ધુ, પ્રેમ નામે સદા રહ્યો સખી
વાત કરતા - કરતા, તમે અડકી લો મને
ને ઘુમાવો કંગન, તો શું સમજાવો સખી
મેઘધનુષી રાત ને સપ્તર્ષિ બતલાવી ને
વશિષ્ઠ - અરુંધતી આકાશે બતાવો સખી
ઝળહળતાં એક દીવા પર હાથ રાખી ને
મુજ હથેળી એ છો ગરમાવો ચાંપો સખી
રૂમઝૂમ ઝાંઝરી ખનકાવી ને અચાનક
નઝર મુજ તરફ કેમ લાવો છો સખી
ભીના વાયરા ની ગમતી સુગંધ ની માફક
અદકેરી અભિલાષા એ તમે આવો સખી
વાતો બંધાતી સંધાતી પરિણામે પરિણમે
શબ્દો ના સથવારે કંઈક જતાવો સખી
- ઉદયન
No comments:
Post a Comment